SVNIT Recruitment 2025: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT), સુરત દ્વારા વર્ષ 2025 માટે ટીચિંગ ના પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી શૈક્ષણિક સત્ર 2025-26 માટે યોગ્યતા ના આધારિત ધોરણે ભરતી કરવામાં આવશે. ઇજનેરી અને વિજ્ઞાન ક્ષેત્રમાં શિક્ષણ અને માર્ગદર્શન આપવાની ઇચ્છા ધરાવતા લાયક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે.
મહત્વની તારીખ
ટીચિંગ આસિસ્ટન્ટ પદ માટે વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ 25 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. ઇન્ટરવ્યુ સવારે 10:00 કલાકે શરૂ થશે. ઉમેદવારોએ નિર્ધારિત સમય પહેલા હાજર રહેવું ફરજિયાત રહેશે.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી હેઠળ ટીચિંગ આસિસ્ટન્ટ પદ માટે કુલ 311 જગ્યાઓ ઉપલબ્ધ છે. આ જગ્યાઓ વિવિધ ઇજનેરી અને વિજ્ઞાન શાખાઓ માટે ફાળવવામાં આવેલી છે, જેમાં લેબોરેટરી, ટ્યુટોરીયલ અને શૈક્ષણિક સહાયની કામગીરી સામેલ રહેશે.
પગાર ધોરણ
પસંદ થયેલા ઉમેદવારોને પ્રતિ મહિને રૂ. 31,000 થી રૂ. 35,000 સુધીનું ફિક્સ પગાર આપવામાં આવશે. પગાર ધોરણ સંસ્થાના નિયમો અનુસાર રહેશે અને તે સંપૂર્ણપણે કરાર આધારિત રહેશે.
પસંદગી પ્રક્રિયા
ટીચિંગ આસિસ્ટન્ટ પદ માટે પસંદગી પ્રક્રિયા વોક-ઇન ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, વિષયજ્ઞાન અને શિક્ષણક્ષમતાનો મૂલ્યાંકન કરવામાં આવશે. અંતિમ પસંદગી સંસ્થાની પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે.
વય મર્યાદા
આ પદ માટે ઉમેદવારની મહત્તમ ઉંમર 35 વર્ષ રાખવામાં આવી છે. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
ટીચિંગ આસિસ્ટન્ટ પદ માટે ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા અનુસ્નાતક ડિગ્રી હોવી જરૂરી છે. અનુસ્નાતક ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. શિક્ષણ, સંશોધન અથવા લેબોરેટરી અનુભવ ધરાવતા ઉમેદવારોને વિશેષ લાભ મળશે.
અરજી ફી
આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી લેવામાં આવતી નથી. ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
અરજી પ્રક્રિયા
આ ભરતી માટે કોઈ ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવાની જરૂર નથી. લાયક ઉમેદવારોએ સીધા વોક-ઇન ઇન્ટરવ્યુ માટે નિર્ધારિત તારીખે અને સમયે તમામ મૂળ પ્રમાણપત્રો, શૈક્ષણિક માર્કશીટ, અનુભવ પ્રમાણપત્ર અને તેની સ્વપ્રમાણિત નકલો સાથે હાજર રહેવાનું રહેશે.
અરજી કરવા માટેની લિંક:
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| mahitilive.com જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી SVNIT ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.