MSME Recruitment: ગાંધીનગર સ્થિત MSME કમિશનરશ્રીની કચેરી દ્વારા તાજેતર કરાર આધારિત ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત MSEF Council, ગાંધીનગર તથા Regional MSEFC Council માટે લિગલ કન્સલ્ટન્ટ અને HR (ઓફિસ) ની જગ્યાઓ ભરી શકાય તે માટે યોગ્ય અને લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી માં કરાર આધારીત યુવા વ્યાવસાયિકો માટે સરકારી ક્ષેત્રમાં અનુભવ મેળવવાની સારો મોકો આપે છે.
મહત્વની તારીખ
આ ભરતી માટે ઉમેદવારોએ પોતાની અરજી 14 ડિસેમ્બર 2025 સુધીમાં મોકલવાની રહેશે. અરજી મોકલવા માટે સ્પીડ પોસ્ટ તેમજ ઈ-મેઇલ બંને વિકલ્પ ઉપલબ્ધ છે. અંતિમ તારીખ બાદ આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતીમાં કુલ ૧૨ જગ્યાઓ ભરવાની છે. જેમાં MSEF Council તેમજ Regional MSEFC Council માટે નીચે મુજબની ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે.
લિગલ કન્સલ્ટન્ટ – 6 જગ્યાઓ
કાઉન્સિલ હેઠળ કાયદાકીય નોંધણી, દસ્તાવેજી પ્રક્રિયા, વિવાદ નિરાકરણ અને કેસ સંબંધિત માર્ગદર્શન જેવી જવાબદારીઓ માટે આ જગ્યાઓ ભરી રહી છે.
HR (ઓફિસ) – 6 જગ્યાઓ
ઓફિસ મેનેજમેન્ટ, રિપોર્ટ તૈયાર કરવું, રેકોર્ડ મેન્ટેનન્સ, મોનિટરીંગ અને એડમિનિસ્ટ્રેટીવ કામગીરીમાં સહાયતા જેવા કામો માટે HR (ઓફિસ) માટેની જગ્યાઓ ઉપલબ્ધ છે.
પગાર ધોરણ
કરાર આધારિત આ ભરતી માટે માસિક મહેનતાણું પદ પ્રમાણે અલગ-અલગ નક્કી કરવામાં આવશે. પગાર અંગેની સંપૂર્ણ માહિતી ઓફિશિયલ જાહેરાત અને વેબસાઈટ પર ઉપલબ્ધ છે. પસંદગી બાદ ઉમેદવારને કરાર મુજબ તમામ નિયમો લાગુ રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે એમના શૈક્ષણિક લાયકાત, અનુભવ, તેમજ કાઉન્સિલની આવશ્યકતાઓને અનુરૂપ મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે. જવાબદારીઓ અને ફરજો અંગેની સ્પષ્ટ માહિતી ઉમેદવારને પસંદગી બાદ આપવામાં આવશે. જરૂર પડે તો કચેરી દ્વારા ઇન્ટરવ્યુ પણ લેવામાં આવી શકે છે.
વય મર્યાદા
દરેક પોસ્ટ માટે વય મર્યાદા અલગ-અલગ હોઈ શકે છે. વયની શરતો અને આરક્ષિત વર્ગો માટેની રાહતો અંગેની વિગત ઓફિશિયલ જાહેરનામામાં આપવામાં આવી છે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં આ માહિતીની ચકાસણી કરવી જરૂરી છે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
લિગલ કન્સલ્ટન્ટ માટે કાયદા ક્ષેત્રે જરૂરી ડિગ્રી, અનુભવ અને પ્રેક્ટિકલ નોલેજ જરૂરી છે. HR (ઓફિસ) પદ માટે માન્ય સંસ્થામાંથી સબંધીત ક્ષેત્રની ડિગ્રી અથવા ડિપ્લોમા સાથે ઓફિસ કાર્ય, દસ્તાવેજીકરણ અને સંચાલનનો અનુભવ અનિવાર્ય હોઈ શકે. બંને પદો માટેની ચોક્કસ લાયકાતો વેબસાઈટ પર ઉપલબ્ધ જાહેરાતમાં દર્શાવવામાં આવી છે.
અરજી ફી
આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉમેદવારો કોઈ ફી વગર અરજી કરી શકે છે.
અરજી પ્રક્રિયા
ઉમેદવારોએ જાહેર કરેલ ચોક્કસ નમૂનાના અરજીપત્રકમાં તમામ વિગતો ભરી તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે.
અરજી મોકલવા બે રીતો છે:
1. સ્પીડ પોસ્ટ દ્વારા:
MSME કમિશનરશ્રીની કચેરી,
બ્લોક નં-૧/૨, ૪થો માળ, ઉદ્યોગ ભવન,
ગાંધીનગર – 382010
2. ઈ-મેઇલ દ્વારા:
icicimsme@gujarat.gov.in
અરજી મોકલતાં પહેલાં ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ www.msmec.gujarat.gov.in પરથી જાહેરનામું અને નમૂના ફોર્મ ડાઉનલોડ કરી ચકાસવું જરૂરી છે.
રજી કરવા માટેની લિંક:
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| mahitilive.com જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી MSME ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.
Jobs deparment