PM Nutrition Scheme Recruitment: પી.એમ. પોષણ યોજના દ્વારા સુપરવાઇઝર અને કો-ઓર્ડિનેટર ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

PM Nutrition Scheme Recruitment: ગુજરાત રાજ્યમાં નોકરીની તક શોધી રહેલા ઉમેદવારો માટે શુભ સમાચાર છે. અરવલ્લી જિલ્લામાં પી.એમ. પોષણ યોજના અંતર્ગત 11 મહિનાની કરાર આધારીત વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જિલ્લા તથા તાલુકા કક્ષાની કચેરીઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે નિર્ધારિત લાયકાત, જરૂરી અનુભવ અને સરકારી નિયમો અનુસાર નિમણૂક કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને સૂચના છે કે અરજી કરવાની પ્રક્રિયા અને જરૂરી શરતો ધ્યાનપૂર્વક વાંચી નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરવી રહેશે.

મહત્વની તારીખ

પી.એમ. પોષણ યોજના ભરતી માટે ઓફલાઈન અરજી કરવાની શરૂઆત 14 નવેમ્બર 2025 થી થઈ ગઈ છે. છેલ્લી તારીખ 24 નવેમ્બર 2025 છે. ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દે.

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી અંતર્ગત પી.એમ. પોષણ યોજના દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઇઝર ના પદો ભરવા માટે નવી જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીનો હેતુ યોજના અંતર્ગત જિલ્લાકક્ષેથી લઇ તાલુકાકક્ષા સુધીની કામગીરીને અને લાભાર્થીઓને યોગ્ય સેવાઓ સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે

See also  SVNIT Recruitment 2025: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા ટીચિંગ આસિસ્ટન્ટ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

પગાર ધોરણ

પી.એમ. પોષણ યોજના દ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં ઉમેદવારોને પદ મુજબ યોગ્ય પગાર ધોરણ આપવામાં આવશે. જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ના પદ માટે પગાર ધોરણ રૂ. 18,000 (ફિક્સ) અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઇઝર ના પદ માટે રૂ. 25,000 (ફિક્સ) નક્કી કરવામાં આવ્યો છે.

પસંદગી પ્રક્રિયા

અરવલ્લી જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ જાહેર થયેલી આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે નિર્ધારિત પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે. પ્રાપ્ત થયેલી અરજીઓના આધારે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, જરૂરી અનુભવ અને અન્ય પાત્રતાઓની તપાસ કર્યા પછી જ તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પસંદગી સમિતિ દ્વારા રજૂ કરાયેલા તમામ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ લાયક ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઈન્ટરવ્યૂ દરમિયાન ઉમેદવારની કાર્યક્ષમતા, યોજનાથી સંબંધિત કામગીરી સંભાળવાની ક્ષમતા અને પદ માટેની યોગ્યતાના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.

વય મર્યાદા

પી.એમ. પોષણ યોજના હેઠળ જાહેર થયેલી આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર મર્યાદા સરકારી નિયમો મુજબ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી ફરજિયાત છે. ઉંમરનું ગણતર જાહેરાત પ્રસિદ્ધ થયેલી તારીખને આધારિત રાખીને કરવામાં આવશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉંમર છૂટછાટ આપવામાં આવશે. 

See also  JNV Recruitment 2025: જવાહર નવોદય વિદ્યાલય દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર, પગાર 35,750 થી શરુ

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

અરવલ્લી જિલ્લાના પી.એમ. પોષણ યોજના ભરતી માટે શૈક્ષણિક લાયકાતો અને અનુભવની શરતો સરકારી નિયમો અનુસાર નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રમાં જરૂરી શૈક્ષણિક લાયકાત તથા પદ માટે આવશ્યક અનુભવ હોવો ફરજિયાત છે. જિલ્લા પ્રોજેક્ટ કો–ઓર્ડિનેટર તેમજ તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝર બંને પદો માટે ઉમેદવાર પાસે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ઉપરાંત યોજનામાં કાર્ય કરવાની સમજ, પ્રોજેક્ટ સંચાલન ક્ષમતા અને ક્ષેત્રનો અનુભવ હોવો આવશ્યક છે. માત્ર નિર્ધારિત લાયકાત અને અનુભવની શરતો પૂર્ણ કરતા ઉમેદવારો જ આ ભરતી માટે પાત્ર ગણાશે.

અરજી ફી

અરવલ્લી જિલ્લાના પી.એમ. પોષણ યોજના ભરતી માટે ઉમેદવારોને કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની જરૂર નથી. સત્તાવાર સૂચના મુજબ જનરલ, SC, ST, OBC, EWS સહિત તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી સંપૂર્ણપણે માફ રાખવામાં આવી છે. આથી દરેક વર્ગના ઉમેદવારોને સમાન રીતે અરજી કરવાની તક મળશે.

અરજી પ્રક્રિયા

 અરવલ્લી જિલ્લા પી.એમ. પોષણ યોજના ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓફલાઇન (Offline Mode) દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી પત્રક ભરવાનું રહેશે અને તેની સાથે જરૂરી તમામ દસ્તાવેજોની સ્વ–પ્રમાણિત નકલો જોડવી ફરજિયાત છે. તૈયાર કરાયેલી અરજીને રૂબરૂ, સાદી ટપાલ, રજીસ્ટર્ડ પોસ્ટ AD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા નિયત સમયમર્યાદા અંદર નીચે દર્શાવેલા સરનામે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય પછી પ્રાપ્ત થતી અરજીઓ માન્ય ગણાશે નહીં, તેથી ઉમેદવારોએ સમયસર અરજી મોકલવી જરૂરી છે.

See also  Social Security Recruitment: સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ બાળકો ની શાળા માં શિક્ષક ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

સરનામું:
જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના કચેરી,
C/F/12, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, અરવલ્લી, મોડાસા.

તમામ જરૂરી દસ્તાવેજો તથા માહિતી સંસ્થાને નિર્ધારિત સમય મર્યાદા અંદર પ્રાપ્ત થવી જરૂરી છે. સંસ્થાને અરજી અને દસ્તાવેજો મળ્યા પછી જ તમારી અરજી માન્ય ગણાશે.ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે અધૂરી, કુરિયર અથવા સમયમર્યાદા બાદ પહોંચેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તેથી, ઉમેદવારોએ સમયસર અરજી મોકલી અને તમામ દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ RPAD દ્વારા અરજી મોકલવાની રહેશે.

અરજી કરવા માટેની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
mahitilive.com જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી સમાજ સુરક્ષા વિભાગ ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment